Jayshree Shah May 22, 2019

*🌸૧૦૮ પાર્શ્વનાથ માંથી ૪* ➖➖➖➖➖➖➖➖➖ *🌷 દુઃખભંજન પાર્શ્વનાથ🌷* શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ભગવાન ભક્તજનોનાં દુઃખ અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું ‘શ્રી દુઃખભંજન’ નામ સાર્થક છે. સાત ફણાથી શોભિત,પદ્માસને બિરાજમાન ૧૦ ઈંચ ઊંચા,૯ ઈંચ પહોળા શ્રી દુઃખભંજન પાર્શ્વનાથજી સુરતના દેસાઈ પોળમાં ગૃહમંદિરમાં બિરાજમાન છે. સૂર્યપુરમંડન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસર તરીકે ઓળખાય છે. આ પાર્શ્વસ્વામી સં. ૧૯૪૨ના હોવાનું કહેવાય છે. સં.૧૯૫૦માં આ જિનાલયનું નિર્માણ થયું હતું. સવંત ૧૮૮૧માં પૂજ્ય ઉત્તમવિજયે ગાયેલા શ્રી પાર્શ્વ પ્રભુનાં ૧૦૮ નામના છંદમાં દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનો ઉલ્લેખ થયો છે. નામથી જ પોતાના પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વસ્વામી અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે. ➖➖➖➖➖➖➖➖➖ *સ્તુતિ* *🙏🏻હે પાર્શ્વ !દુઃખભંજન તમારું નામ સાર્થક જાણતો,તુજ ભક્તિથી સહુ દુઃખ રહિત પળને હું પુણ્યે માણતો,તેથી પ્રભાતે દોડી દોડી આવતો તુજ દર્શને,શ્રી દુઃખભંજન પ્રભુ પાર્શ્વ ને ભાવે કરુ હું વંદના. 🙏🏻* *જાપ મંત્ર* *🙏🏻ૐ હ્રીં અર્હં,શ્રી દુઃખભંજન પાર્શ્વનાથાય નમઃ🙏🏻* ➖➖➖➖➖➖➖➖➖ *તીર્થનું સરનામું* શ્રી દુઃખભજંન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, દેસાઈ પોળ,બેસન્ટ હોલ સામે,ચંદનબાગ. સુરત.૩૯૫૦૦૧ ફોન-૯૩૭૬૮૪૦૩૨૪ 👉મુંબઈથી 290 કિમી અને નવસારી 40 કિમી ના અંતરે છે... तीर्थ यात्रा 🔔🔔🙏🔔🙏🔔🙏🔔🔔

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Jayshree Shah May 22, 2019

*🌸૧૦૮ પાર્શ્વનાથ માંથી ૩* ➖➖➖➖➖➖➖➖➖ *🌷 સહસ્ત્રફણા પાર્શ્વનાથ🌷* સહસ્ત્રફણાથી શોભાયમાન ૫૭ ઈંચ ઊંચા,૧૭ ઈંચ પહોળા કાયોત્સર્ગ મુદ્રામાં બિરાજમાન ઉજ્વળ વર્ણના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ સુરતના ગોપીપુરા વિસ્તારમાં ભવ્ય જિનાલય માં બિરાજમાન છે. સુરતના શેઠની ભાઈદાસ નેમીદાસ એક ભાવસંપન્ન શ્રેષ્ઠી હતા. ‘‘સુરતનું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય’’ તેમની પ્રચંડ પ્રતિભા. અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે. શ્રી જિનલાભસૂરિની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો. સ્વપરના એકાન્ત કલ્યાણને કાજે તેમણે સં.૧૮ર૭ના વૈશાખ સુદ ૧ર ગુરુવારે પૂ.સુરિદેવના હસ્તે ભવ્ય મહોત્સવપૂર્વક ૧૮૧ જિનબિંબોની અંજનશલાકા કરાવી અને શ્રી શીતલનાથ પ્રભુને મૂળનાયક પદે પ્રસ્થાપિત કર્યું. આ જિનાલયના ભૂમિચૈત્યમાં(ભોયરામાં)શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યા.એક પથ્થરમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પીએ અપાર કલાવૈભવ પાથર્યો છે. પ્રભુજીની ચરણોપાસિકા પદ્માવતીની આકૃતિ દેવીના અનહદ ભક્તિભાવની સૂચક છે.અપરાધની ક્ષમા યાચના મેઘમાળીની આકૃતિ અનોખી ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. પરિક્રમામાં દશ ગણોધરોની આકૃતિથી આ મૂર્તિ અજોડતા અને અવ્વલતાને ધારણ કરે છે. સં.૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમી વિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા”માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ‘સહસ્ત્રફણા’ નામનો ઉલ્લેખ છે. સં. ૧૬૦૯ થી રચાયેલા અનેક સ્તવન,છંદ,લેખોમાં આ પ્રતિમા તીર્થની પ્રચીનતાના અનેક પુરાવા છે. આ જિનાલયમાં અમીવૃષ્ટી અમી ઝરણા , કેસરવૃષ્ટી તથા નાગદેવતાના દર્શનની અવારનવાર બનતી ઘટનાઓ પ્રભુના પ્રભાવને દર્શાવે છે. *૧૦૦૦ ફણાયુકત છત્રધારી માફી માંગતા મેઘમાળી સહિતની આ પ્રતિમા વિશ્વમાં અદ્રિતીય છે.લગલગાટ છ માસ કોઈ આ પ્રભુજીના દર્શન કરી શકતું નથી એવી માન્યતા છે.* ➖➖➖➖➖➖➖➖➖ *સ્તુતિ* *🙏🏻 ષટ્માસ સુધી તુજ દર્શ સ્વામી કોક પુણ્યાધિક કરે, હે નાથ તુજને ધ્યાવકતા સહુ કાજ ભક્તોના સરે, કેશરીયા અમીવૃષ્ટિ વરસે, માનું દયારસના ઝરા,શ્રી સહસ્ત્રફણા પ્રભુ પાર્શ્વ ને ભાવે કરું હું વંદના 🙏🏻* *જાપ મંત્ર* *🙏🏻ૐ હ્રીં અર્હં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથાય નમઃ🙏🏻* ➖➖➖➖➖➖➖➖➖ *તીર્થનું સરનામું* શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, ગોપીપૂરા. સુરત.૩૯૫૦૦૧ ફોન - ૯૩૭૫૨૭૭૮૭૩ 👉મુંબઈથી 290 કિમી અને નવસારી 40 કિમી ના અંતરે છે... 🔔🔔🙏🔔🙏🔔🙏🔔🔔 🙏 नमो तिथ्थयसः 🙏 🙏 नमो जिणाणं 🙏

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Jayshree Shah May 22, 2019

*🌸૧૦૮ પાર્શ્વનાથ માંથી ૧* ➖➖➖➖➖➖➖➖➖ *🌷નવસારી પાર્શ્વનાથ🌷* નવસારી શહેરમાં આ જિનાલય આવેલું છે. વસ્તુપાળ-તેજપાળના સમયમાં અનેક જિનાલયોના નિર્માણ અને જીર્ણોદ્ધાર થયાં હતાં તેમાંનું આ એક પ્રાચીન જિનાલય છે. જે લગભગ ૮૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ-તેજપાળે આ નગરમાં બાવન જિનાલય વાળો મહાપ્રસાદ બંધાવ્યો હતો. આજે એ દેરાસર વિદ્યમાન નથી પરંતુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે સમયની પ્રતિમાજી છે જે પદ્માસને બિરાજીત ભૂખરાવર્ણના 13 ઇંચ ઊંચા 10 ઇંચ પહોળા સંપ્રતિ કાલીન છે. મૂળનાયકને યથાસ્થાને રાખી જીર્ણોદ્ધાર અહીની પેઢી દ્વારા કરાયો હતો. પ્રતિમાજી ખૂબ જ પ્રભાવશાળી છે. બાકીના જિનાલયની પ્રતિષ્ઠા વિ.સં.૧૯૮૮ના મહા સુદ-૬ના રોજ કરેલ છે. આ જિનાલય બે માળ અને કુલ 8 ગંભારા યુક્ત ત્રિશિખરીય જિનાલય દર્શનીય છે મધુમતી જૈન દેરાસરજી અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તરીકે પ્રચલીત છે. *નવસારી ના એક શ્રાવકને સ્વપ્નમાં આવી અધિષ્ઠાયક દેવે કહ્યુ કે જમીન ખોદીને પરમાત્માને પ્રગટ કર પ્રભાતે સ્વપ્ન સૂચિત સ્થળે પહોંચી ભૂમિનું ખનન કરતા જ ભૂખરા વર્ણના તાજા ચંદન અને પુષ્પ સહિત અમૃત ઝરતા પ્રતિમા પ્રગટ થયેલા...* ➖➖➖➖➖➖➖➖➖ *સ્તુતિ* *🙏🏻જે સ્વપ્નસૂચિત જમીનમાંથી દેવપૂજિતા પ્રગટતા,જેના દર્શનથી સહુ ભક્તજનના ધર્મ નવનવા સિદ્ધતા,ચોવીસ જિનવર સહિત જે નવસારી નગરે રાજતા,નવસારી પ્રભુ પાશ્વને ભાવે કરું હું વંદના🙏🏻* *જાપ મંત્ર* *🙏🏻ૐ હ્રીં અર્હં શ્રી નવસારી પાર્શ્વનાથાય નમઃ🙏🏻* ➖➖➖➖➖➖➖➖➖ *તીર્થનું સરનામું* શ્રી નવસારી શ્વે.મૂ.જૈન સંઘ શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ જિનાલય મધુમતિ કોલોની,મોટા બાઝાર નવસારી-૩૯૬૪૪૫. ફોન-૦૨૬૩૭ ૨૫૮૮૮૨ 👉મુંબઈથી 255 કિમિ અને સુરતથી 40 કિમિ ના અંતરે છે... અનુકુળતા એ દર્શન વંદન નો લાભ લેવા જોઈએ.. 🙏 🙏🙏🙏🙏🔔🔔🔔

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Jayshree Shah May 20, 2019

+14 प्रतिक्रिया 16 कॉमेंट्स • 14 शेयर