+17 प्रतिक्रिया 2 कॉमेंट्स • 10 शेयर

#નાગચંદ્રેશ્વર_મહાદેવ_મંદિર: #નાગપંચમી_સ્પેશ્યલ: વર્ષમાં એક જ વાર નાગપંચમીના દિવસે જ ખુલતુ એકમાત્ર મંદિર... આપને એ જાણી કદાચ નવાઈ લાગશે કે ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લીંગ મંદિરના ત્રીજા માળ પર એક મંદિર આવેલ છે. આ મંદિરમાં અગિયારમી સદીમાં સ્થાપિત એક મુર્તિ છે. તેમા નાગે ફેલાવેલી ફેણના આસન પર શિવ પાર્વતી બિરાજમાન છે. આ પ્રતિમા નેપાળથી લાવ્યા હોવાનું મનાય છે. દુનિયાભરના કોઈ મંદિરમાં આવી મૂર્તિ નથી. દુનિયાના આવા એકમાત્ર મંદિરમાં જ્યાં ભગવાન વિષ્ણુને સ્થાને ભોળાનાથ સર્પ શૈયા પર બિરાજ્યા છે.આ મૂર્તિમાં દશમુખી નાગની શૈયા પર શિવ પાર્વતીને ગણેશજી બિરાજમાન છે. આ મંદિર નાગપંચમીની આગલી રાત એટલે ચોથના દિવસે રાતે બાર વાગ્યે ખુલે છે.એમ કહેવાય છે કે આ મૂર્તિના દર્શનમાત્રથી માનવ સર્પદોષથી મુક્તિ પામે છે. મંદિર ખુલતાં જ ભક્તોની મોટી કતાર લાગી જાય છે..રાત્રે જ દર્શન ચાલુ થઈ જાય છે.બપોરના બાર વાગ્યે સરકાર તરફથી કલેકટરશ્રી પુજા અર્ચના કરે છે. રાતના આઠ વાગે ફરીથી પુજા કરવામાં આવે છે. રાતના બરાબર બાર વાગે પુજા આરતી કરી મંદિર બંધ કરવામાં આવે છે. કદાચ આપને સવાલ થશે કે આમ કેમ? આ મંદિર વરસે એક જ વાર કેમ ખુલે છે? પૌરાણિક કથા અનુસાર સર્પરાજ તક્ષકે ભોળાનાથને મનાવવા અતિઘોર તપસ્યા કરી હતી..આ તપસ્યાથી ભોળાનાથ પ્રસન્ન થયા..તક્ષકના માગ્યા મુજબ અમર રહેવાનું વરદાન આપ્યું. તક્ષક નાગે ભોળાનાથ સાથે જ રહેવા માડ્યુ. ભોળાનાથનુ સાનિધ્ય માણવામાં કોઈ અંતરાય કે વિક્ષેપ ન થાય તેવી તેમની ઈચ્છા હતી.આમ આ જ માન્યતાને લઈ આ મંદિર માત્ર નાગપંચમીના દિને જ ખુલે છે..

+37 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर

સતાધાર માં સત ને સાચવી ગીર માં પીર ગીગડો બીરાજે આરતી ટાણે નિત નકળંક રમે લિલુડે ઘોડલે ગગન ગાજે આરતી ઝળહળે નોબતું ગળગળે ધમધમે ધૂપ ને નેજા ફરકતાં કઠણ કળી કાળ પીર તું ગીગળા માનવી ના બધા દુખ હરતાં અન્ન ખાનાર ને પ્રેમ થી પંગત માં થાય હમેશ ત્રણ વાર તેડાં પીર ના આંગણે નીત ભોજન મળે છલકતા દુધ ને ધી ના અવેડા ચલમ સાફિ ને અમલ ગાંજો મળે રાત દિવસ ચા ના સરુ ચડતાં કઠણ કળી કાળ પીર તું ગીગળા માનવી ના બધા દુખ હરતાં પતીયલ પાંગળા કોઢીયા આંધળા આંગણે આવતા રોગ જાવે આશ પુરણ કરે કાજ સઘળા હરે પાપ પંડ ના ટળે સુખ થાવે વાંજીયા ને ઘરે પારણાં જુલતાં હરખ થી દંપતી નમન કરતાં કઠણ કળી કાળ પીર તું ગીગળા માનવી ના બધા દુખ હરતા 🙏🌹ૐશાંતિ🌹 ૐશાંતિ🌹 ૐશાંતિ🌹🙏

+15 प्रतिक्रिया 9 कॉमेंट्स • 4 शेयर

🌺🌹🙏🌹🌺 શિવ પુરાણ હનુમાન :- ૧૭ ભગવાન શિવનો શ્રેષ્ઠ અવતાર છે હનુમાન ભગવાન શંકરનો હનુમાન અવતાર બધા અવતારોમાં શ્રેષ્ઠ છે. આ અવતારમાં ભગવાન શંકરને એક વાનરના રૂપમાં અવતાર લીધો. શિવનો આ અવતાર બળ, બુદ્ધિ વિદ્યા, ભક્તિ અને પરાક્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શિવપુરાણ મુજબ દેવતાઓએ અને દાનવોને અમૃત વહેચવા માટે વિષ્ણુજીના મોહિની રૂપને જોઈ લીલાવશ શિવજીએ કામાતૂર થઈ પોતાનો વીર્યપાત કરી દીધો. સપ્તઋષિઓએ આ વીર્યને કેટલાક પત્તામાં ગ્રહહિત કરી ગૌતમની પુત્રી અંજનીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો જેનાથી અત્યંત તેજસ્વી તથા પ્રબળ પરાક્રમી શ્રીહનુમાનજી ઉત્પન્ન થાય. હનુમાનજી બધી વિદ્યાઓનું અધ્યયન કરી તેઓ પત્ની વિયોગથી વ્યાકુળ રહેનાર સુગ્રીવના મંત્રી બની ગયા. તેમને પત્ની હરથી ખિન્ન અને ભટકતા રામચંદ્રજીની સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. સીતાજીની શોધમાં સમુદ્ર પાર કરી લંકા ગયા અને ત્યાં તેમને અદભૂત પરાક્રમ બતાવ્યું. હનુમાનજીએ રામ-રાવણ યુદ્ધમાં પણ પોતાનું પરાક્રમ બતાવ્યું અને સંજીવની બૂટી લાવી લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. અહિરાવણને મારી લક્ષ્મણ અને રામને બંધનથી મુક્ત કરાવ્યા. શું શીખવું- આ અવતારથી આપણે શીખ લેવી જોઈએ કે, જો તમે પોતાની ક્ષમતાને ઓળખો તો બધુ જ શક્ય છે. જે રીતે હનુમાનને પોતાની ક્ષમતા જાણી સમુદ્ર પાર કર્યો હતો તે જ રીતે આપણી માટે તે કંઈપણ અસંભવ નથી. ધર્મના પથ ઉપર ચાલીને રામનો હનુમાને સાથ આપ્યો એ જ રીતે આપણે ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો ભગવાન આપણી સહાયતા ચોક્કસ કરશે. 🌹🌺મહાદેવ શિવ શંભુ🌺🌹

+2 प्रतिक्रिया 1 कॉमेंट्स • 1 शेयर

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

+18 प्रतिक्रिया 0 कॉमेंट्स • 34 शेयर

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 17 शेयर