JAYOMBHARTHI  GOSWAMI
JAYOMBHARTHI GOSWAMI Aug 26, 2017

કોટેશ્વર મહાદેવ.... જોલાપુર

કોટેશ્વર મહાદેવ.... જોલાપુર

#महादेव #डेली-दर्शन
રાજુલા તાલુકાના નાના એવા જોલાપુર ગામૅ ૫૫૦ વષૅ પહેલા સ્વયંભુ પ્રાગટય એવા દેવાધિદેવ કોટેશ્વર મહાદેવ ના મંદિરે શ્રાવણમાસના પાવન પવૅ હજારો શિવભકતોની ભીડ ઉમટી પડે છે.

અને સવારથી જ ભકતો દાદા ને દુધ,બિલી પત્ર અને પુષ્પોથી અભિષેક કરી આશૅિવાદ મેળવી રહ્યા છે.

એક લોકવાયકા મુજબ આજથી ૫૫૦ વષૅ પહેલા જોલાપુર ગામે સ્વયંભુ શિવલીંગનુ પ્રાગટય થયું હતું . ગામ લોકોએ નાનું મંદિર બનાવ્યું . સમય જતા આ મંદિર નો જીણૌધાર કરીને નવુ મંદિર બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે શિવલિંગને ઉપર લાવવા માટે 17 ફુટ ખોદકામ કરવા છતા આ લિંગ નુ મુળ આવ્યું ન હતું .
આ ઉપરાંત સોમનાથ ની ચઢાઇ વખતે મહંમદ ગઝનવીએ શિવલિંગ પર તેના સૈનિકો દ્વારા કરવત ફેરવી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિવલિંગમાંથી લોહીના ફુવારા તેમજ ભમરાઓના ઝુંડ નીકળી સૈનિકોને દંશ મારવા લાગતા સૈનિકો ભાગી ગયા હતા . આજે પણ આ શિવલીંગ પર કરવતના ઘા દેખાઈ છે.

શ્રાવણ માસ પવૅ પાંચથી છ કિલો દેશી ઘીની દિપમાળા પુરાવામા આવે છે. દિપમાળા ના દશૅન માટે આસપાસના ગામોમાથી બહોળી સંખ્યામાં શિવભકતો અહી ઉમટી પડે છે. આ ઉપરાંત દરરોજ ધુન,ભજન કિતૅનની ભકતો દ્વારા રમઝટ બોલાવવા માં આવે છે. મંદિરે દશનામી ગૌસ્વામી ભારથી પરિવાર નિયમિત ભોળાનાથ નું પુજન અચૅન કરી સેવા કરે છે.🚩👐💐

+119 प्रतिक्रिया 4 कॉमेंट्स • 12 शेयर

कामेंट्स

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB